મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરાના અટલાદરામાં DCP ટીમનું કોમ્બિંગ, ગેરકાયદે વસવાટ કરતા તત્વોમાં ફફડાટ

સોર્સ: gstv

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા માટે DCP સહિતની પોલીસ ટીમ દ્વારા સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન વિસ્તારમાં આવેલી વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ પર રહેતા શ્રમજીવીઓના ઓળખપત્રો અને રહેઠાણ સંબંધિત પુરાવાઓની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુલાબી વુડાના મકાનોમાં પણ પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને ગેરકાયદેસર રીતે ભાડે રહેતા લોકો સામે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસના આ અચાનક ડ્રાઇવથી વિસ્તારમાં ગેરકાયદેસર વસવાટ કરતા અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમાચાર શેર કરો