Video: રણોલીની સત્યનારાયણ સોસાયટીમાં કેમિકલની દુર્ગંધથી સ્થાનિક રહીશો થયા પરેશાન

વડોદરાના રણોલી ગામની સત્યનારાયણ સોસાયટીમાં કેમિકલ યુક્ત ગાડીઓ ખાલી કરવામાં આવતી હોવાને કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર અને અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે. આ ગંભીર પ્રદૂષણને કારણે નાના બાળકો સહિત સ્થાનિક રહીશોનું શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મામલાની ગંભીરતાને જોતાં સરપંચ પ્રવીણાબેન રોહિત ત્વરિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોની હવે એક જ માંગ છે કે વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે આ મામલે સઘન તપાસ કરે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનાર જવાબદારો સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવે.








