ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ સુરતની કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! તંત્રમાં ભયનો માહોલ
છેલ્લા ઘણાં સમયથી મહત્ત્વના સંસ્થાનોને બો

છેલ્લા ઘણાં સમયથી મહત્ત્વના સંસ્થાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ વધી ગઈ છે. તેમાં ખાસ કરીને તો શાળા અને કોલેજો તથા કોર્ટ, મ્યુનિસિપાલિટીઓનો સમાવેશ થાય છે. આ દરમિયાન આજે પણ એક ઈમેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ અને સુરતની તમામ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા તંત્ર દોડતું થયું હતું.
કોર્ટના પરિસરો ખાલી કરાવીને ચેકિંગ હાથ ધરાયું હતું. ખાસ કરીને ઘી કાંટા સ્થિત મેટ્રોપોલિટન કોર્ટ અને લાલ દરવાજા સેસન્સ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. હાલમાં બોમ્બ સ્કવૉડ ઘટનાસ્થળે હાજર છે અને તપાસ ચાલી રહી છે.




