Video: મંત્રી સી.આર. પાટીલ સાથે ફોન પર વાતચીતનો ઓડિયો વાયરલ કરી ધમકી આપનાર શખ્સ સામે ગુનો નોંધાયો.

સુરતમાં એમ્બ્રોઈડરીના શ્રમિકો પર થયેલા પોલીસ બળપ્રયોગ મામલે 'છોટા યોગી' નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે સીધા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનો સંપર્ક કર્યો હતો. પોતાને કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ઓળખાવનાર આ શખ્સે વાતચીત દરમિયાન ગુજરાતમાં મોટા પાયે આંદોલન કરવાની ચીમકી આપી હતી. એટલું જ નહીં, ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સવાલો ઉઠાવીને કાર્યવાહી બંધ કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. આ શખ્સે મંત્રી સાથેની વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની સાથે તેમનો મોબાઈલ નંબર પણ સાર્વજનિક કર્યો હતો. ગોડાદરા વિસ્તારના સામાજિક કાર્યકરની સત્તાવાર ફરિયાદના આધારે પોલીસે આ સમગ્ર મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે.





