Video: ગોધરાના સોનીવાડ ખાતે દશેરા નિમિત્તે પરંપરાગત ગુર્જરીનું ભવ્ય આયોજન

ગોધરાના સોનીવાડ ખાતે દશેરા નિમિત્તે પરંપરાગત ગુર્જરીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ પ્રસંગે મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેલૈયાઓએ માતાજીની આરાધના કરી ગરબાની રમઝટ જમાવી હતી. ભક્તિભાવભેર ગવાતી ગુર્જરીના સૂરો અને માતાજીના જયકારોથી આખી રાત્ર સોનીવાડ ગુંજી ઉઠ્યું હતું. ગોધરાની સાંસ્કૃતિક વિરાસતમાં વિશેષ સ્થાન ધરાવતી આ પરંપરાગત ગુર્જરી આજે પણ અનોખી ભક્તિ, સંસ્કૃતિ અને એકતાનું જીવંત પ્રતિબિંબ પૂરું પાડી રહી છે.




