VIDEO: સુરેન્દ્રનગર સિવિલમાં રાત્રે સર્જનને માર મારી લૂંટીને શખ્સ ફરાર, હોસ્પિટલમાં ભયનો માહોલ
સોર્સ : GSTV
રાજ્યના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ વધુ એક વાર વિવાદમાં આવી છે. સિવિલમાં ફરજ પર હાજર ડોક્ટરને લૂંટીને શખ્સ ફરાર થયો હતો. મળતા અહેવાલ પ્રમાણે ડોક્ટર હોસ્પિટલના PM રૂમ પાસેથી પસાર થઈ રહ્યા હતા,ત્યારે અચાનક એક યુવાન આવ્યો અને ડોક્ટરને ગોંધી રાખીને માર માર્યો ત્યારબાદ લૂંટ કરીને ફરાર થઈ ગયો હતો.
ડોક્ટરને ગોંધી રાખી લૂંટ કરી યુવાન ફરાર
મળતા અહેવાલ પ્રમાણે જે સ્થળ પર આ ઘટના સર્જાઈ ત્યાંથી નશીલા પદાર્થો મળી આવ્યા હતા. મોડી રાત્રે સર્જન સાથે ઘટના થતા હોસ્પિટલમાં ભયનો માહોલ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠ્યા છે. સિવિસમાં તબીબો જ સુરક્ષિત નથી તેવી ચર્ચાઓ હાલ ચાલી રહી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

