VIDEO:પાવરગ્રીડ મુદ્દે ખેડૂતોમાં રોષ, 27 જૂને કિસાન મહાપંચાયતની જાહેરાત
સોર્સ : GSTV
ગુજરાતમાં સુરેન્દ્રનગર, મોરબી સહિતના જિલ્લાઓમાં ખેડૂતોના ખેતરોમાં પાવરગ્રીડ મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ છે. મોરબીના જેતસરમાં ખેડૂતો ઉપવાસ આંદોલન પર બેઠા છે. આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો કે વીજ કંપનીઓ અને ભાજપના નેતાઓ વચ્ચે મિલીભગતથી આખા ગુજરાતમાં ખેડૂતોના ખેતરોમાં વીજટાવર નાંખવાના પ્લાન ઘડાઈ રહ્યા છે. જેનાથી અનેક ખેડૂતો અસરગ્રસ્ત થવાના છે. ઈસુદાન ગઢવીએ આ મામલે સરકાર વળતર કમિટીની રચના કરી 25 વર્ષ પછીની જમીનની કિંમતને ધ્યાનમાં રાખીને વળતરની રકમ નક્કી કરે તેવી માગ કરી છે. અસરગ્રસ્તે ખેડૂતોને જમીન માટે બે કરોડ રૂપિયા ચુકવવા અથવા મહિને એક લાખ રૂપિયા ભાડું આપવાની માગ કરી. તો સાથે જ ઈસુદાને 27 જૂને સુરેન્દ્રનગરમાં કિસાન મહાપંચાયત યોજવાની પણ જાહેરાત કરી.

