Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar news: Driver loses control of car near Zamar village, collides with tree

Surendranagar news: ઝમર ગામ નજીક ચાલકે કાબૂ ગુમાવતા કારની વૃક્ષ સાથે ટક્કર

Timeછેલ્લું અપડેટ : 01 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Surendranagar news: ઝમર ગામ નજીક ચાલકે કાબૂ ગુમાવતા કારની વૃક્ષ સાથે ટક્કર
સોર્સ : GSTV

સુરેન્દ્રનગરથી વિરમગામ હાઈવે પર છેલ્લા બે દિવસમાં અલગ અલગ ત્રણ અક્સ્માતના બનાવો સામે આવ્યા છે. ગત રાત્રિના સમયે કાર ચાલકને બમ્પ નહીં દેખાતા અકસ્માત સર્જાયો હતો અને કાર ચાલક સહિત ૦૫ વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

App Store

લખતરથી સુરેન્દ્રનગર તરફ ખાનગી કંપનીની કાર જઈ રહી હતી. દરમિયાન રાત્રે કાર ચાલકને બમ્પ નહી દેખાતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝમર ગામના સાઈન બોર્ડ અને વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા સાઈન બોર્ડ અને વૃક્ષ બંને નીચે પડી ગયા હતા. જ્યારે કારને નુકસાન પહોંચ્યું હતુ.

ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા

આ અકસ્માતને પગલે ઝમર ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારમાંથી ૦૫ વ્યક્તિને ભારે જહેમત બાદ બહાર કાઢયા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી તેમજ કારમાં સવાર ચાલક સહિત ૦૫ વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે અંગે પોલીસને પણ જાણ થતા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.