Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Stone pelting in personal enmity in Ratanpar, Surendranagar

સુરેન્દ્રનગરના રતનપરમાં અંગત અદાવતમાં થયો પથ્થરમારો, 23 શખ્સો સામે ગુનો દાખલ

Timeછેલ્લું અપડેટ : 31 Jan 2025
લાઇવ ટીવીGoogle News
સુરેન્દ્રનગરના રતનપરમાં અંગત અદાવતમાં થયો પથ્થરમારો, 23 શખ્સો સામે ગુનો દાખલ

સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર વિસ્તારમાં અંગત અદાવતમાં પથ્થરમારો થયો હતો. મળતા અહેવાલ પ્રમાણે રતનપરના ઘરમાં એક સગાઈનો પ્રસંગ ચાલી રહ્યો હતો તે દરમિયાન અંગત અદાવતને લઈને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી.

App Store

ફરસી, છરી, ધોકા ,પાઈપ અને દંડા વડે એકબીજા પર તૂટી પડ્યા

ફરસી, છરી, ધોકા ,પાઈપ અને દંડા વડે એકબીજા પર તૂટી પડ્યા હતા. ત્યારબાદ પથ્થરમારો થયો હતો. આ શખ્સોએ પાર્ક કરેલી સંખ્યાબંધ કારોને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના ચોટીલા પાસે કેબિનેટ મંત્રીની કારને અન્ય કારે મારી ધડાકાભેર ટક્કર, સદનસીબે જાનહાની ટળી

શખ્સોએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો

સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે મધરાત્રે 23 શખ્સો સામો ગુનો દાખલ કર્યો હતો. લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને SOGએ હથિયારો સાથે શખ્સોને દબોચ્યા હતા.