સુરેન્દ્રનગરના ચોટીલા પાસે કેબિનેટ મંત્રીની કારને ટ્રકે મારી ટક્કર, સદનસીબે જાનહાની ટળી

ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલની કારને અકસ્માત નડ્યો છે. સદનસીબે જાનહાની ટળી છે. મળતા અહેવાલ પ્રમાણે ચોટીલા ઓનેસ્ટ હોટલ નજીક ટ્રક સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલની કાર ધડાકાભેર ટક્કર થઈ હતી.
અકસ્માતમાં મંત્રીજીની કારને નુકસાન પહોંચ્યું
જોકે આ અકસ્માતમાં મંત્રીજીની કારને નુકસાન પહોંચ્યું છે. ગાંધીનગર થી જામનગર તરફ જતા ચોટીલા નજીક અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીયછે કે દુર્ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અકસ્માત સ્થળ પર પહોંચ્યો હતો.
પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
મળતી માહિતી અનુસાર, રાજ્યનાં કૃષિમંત્રી મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. તે દરમિયાન ચોટીલા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં કારને નુકસાન થયું હતું, પરંતુ રાઘવજી પટેલને ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માતના પગલે હાઇવે પર ટ્ર્રાફિક જામ થઈ ગયો હતો. મંત્રીની કારને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને અકસ્માતની ફરિયાદ દાખલ કરી
પોલીસે પરિસ્થિતિને થાળે પાડીને મંત્રીના કાફલાને રવાના કર્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને અકસ્માતની ફરિયાદ દાખલ કરી છે.

