SURENDRANAGAR : સાવરકુંડલાના તબીબે ચોટીલામાં ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

Surendranagar News : સુરેન્દ્રનગરના ચોટીલામાં સાવરકુંડલાના તબીબે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યુ છે. ચોટીલામાં ખાનગી ગેસ્ટ હાઉસમાં રહીને જોસ ઉનાવાલાના નામના તબીબે આપઘાત કર્યો હતો. મૃતક તબીબ જેસર હાઇવે પર સંજીવની ક્લિનિક નામે દવાખાનું ચલાવતા હતા.
તેમના મૃતદેહ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે, જેમાં બે લોકોના નામ સાથે તેમના મોબાઈલ નંબર લખ્યા છે અને સાથે લખ્યું છે - “હું સ્યુસાઇડ કરું છું, રાજુભાઈ અને મુકેશભાઈને કોલ કરજો”
પોલીસે તબીબના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ કરી આત્મહત્યા
અમદાવાદ શહેરમાં પોલીસખાતામાં ફરજ બજાવતા પોલીસકર્મીએ આત્મહત્યા કરી છે. પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા જીતેન્દ્ર ભાઈ વાજા નામના પોલીસ કર્મીએ સર્વિસ હથિયારથી ગોળી મારીને જીવન ટુંકાવ્યું છે. પોલીસ કમિશ્નર જી.એસ. મલિકે મૃતક પોલીસકર્મીને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
પોલીસકર્મીએ કયા કારણોસર આત્મહત્યા કરી છે, તે હજુ સામે આવ્યું નથી. પોલીસે આત્મહત્યા મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસકર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો છે.

