Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Food poisoning happened to 300 people in Sudamda village

SURENDRANAGAR : સુદામડા ગામે માતાજીના માંડવામાં છાશ પીધા બાદ 300 લોકોને થયું ફૂડ પોઇઝનિંગ

Timeછેલ્લું અપડેટ : 17 Oct 2024
લાઇવ ટીવીGoogle News
SURENDRANAGAR : સુદામડા ગામે માતાજીના માંડવામાં છાશ પીધા બાદ 300 લોકોને થયું ફૂડ પોઇઝનિંગ

Surendranagar News : ગઈકાલે સુરતના ઉમરગોટ ગામમાં આવેલી આદર્શ નિવાસી કુમાર શાળામાં ભોજન આરોગ્ય બાદ 45 બાળકોને ફૂડ પોઇઝનિંગ થયું હતું. આજે સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામમાં આવી ઘટના ઘટી છે, જેમાં 00 લોકોને થયું ફૂડ પોઇઝનિંગ થયું છે. 

App Store

છાશ પીધા બાદ 300 લોકોને થયું ફૂડ પોઇઝનિંગ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામમાં રબારી સમાજના માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માંડવામાં ભેગા થયેલા લોકોએ છાશ પીધી હતી, જે બાદ 300 જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગ થતા તબિયત બગડી હતી. ફૂડ પોઇઝનિંગ થયું તેમાં નાના બાળકોની સંખ્યા વધારે હતી. 

ઘટનાની જાણ થતા સાયલા તાલુકા આરોગ્ય વિભાગના સ્ટાફ સહિતની ચાર ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને ફૂડ સુદામડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોઇઝનિંગ થયેલાઓની સારવાર  ચાલુ કરી હતી, સાથે 5 જેટલી એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. સારવાર બાદ મોટા ભાગના લોકોની તબિયત તંદુરસ્ત  થઈ હતી. સાયલા તાલુકાના પીએચસી તેમજ સીએચસીનો સ્ટાફ સ્ટેન્ડ  બાય રાખવામાં આવ્યો છે. 

ઉમરગોટ ગામે આદર્શ નિવાસી કુમાર શાળામાં ભોજન બાદ 45 બાળકોને થયું ફૂડ પોઇઝનિંગ

આ ઘટના ગઈકાલે 16 ઓક્ટોબરે બની હતી. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉમરગોટ ગામે આવેલી આદર્શ નિવાસી કુમાર શાળામાં ભોજન બાદ 45 જેટલા બાળકોને ફૂડ પોઇઝનિંગ થયું હતું.  આ તમામ બાળકોને સારવાર માટે આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા. 

ઉમરગોટ ગામે આવેલી આદર્શ નિવાસી કુમાર શાળામાં બાળકોએ ભોજનમાં રીંગણનું શાક અને દાળભાત આરોગ્ય બાદ થોડી કલાકોમાં  તબિયત ખરાબ થવા લાગી હતી અને ઝાડા, ઉલ્ટી થવા લાગ્યા હતા. 

આ તમામ બાળકોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. ઘટનાની જાણ થતા ઉમરપાડા તાલુકા આરોગ્ય વિભાગની ટીમ પણ દોડી આવી હતી. આ તમામ બાળકોને સારવાર અપાયા બાદ સ્વસ્થ થતા તેમને આરોગ્ય કેન્દ્રમાંથી રજા આપવામાં આવી હતી.