Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Ponzi scheme and fraud in the name of fake gold

VIDEO: Surendranagar / પોન્ઝી સ્કીમ અને નકલી સોનાના નામે છેતરપિંડી, એકના ડબલ'ની લાલચ આપી રૂ. 95 લાખની ઠગાઈ

Timeછેલ્લું અપડેટ : 06 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગર જિલ્લામાં પોન્ઝી સ્કીમના નામે એકના ડબલની લાલચ આપી મોટી છેતરપીંડીનો ભંડાફોડ થયો છે. ચાર જેટલા આરોપીઓએ મળીને લોકોને વધુ નફાની લાલચ આપી નકલી સોનું આપીને અંદાજે 95 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં 10 થી વધુ લોકો ભોગ બન્યા છે. ફરિયાદના આધારે થાનગઢ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. લાલુભાઈ ભુડીયાની અટકાયત કરવામાં આવી છે જ્યારે લીલા ભુડિયા, વાઘા ભરવાડ અને હકુભા જાદુગર ફરાર છે. પોલીસ તેમના શોધખોળમાં લાગી છે. સમગ્ર જિલ્લામાં આ ઠગાઈ કેસને લઈ ચકચાર મચી ગઈ છે અને વધુ ભોગ બનનાર સામે આવી શકે તેવી શક્યતા છે.

App Store