Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Ahmedabad youth trapped in honeytrap, accused extort Rs1 crore at gunpoint

Surendranagar: હનીટ્રેપમાં અમદાવાદનો યુવક ફસાયો, આરોપીઓએ પિસ્તોલ બતાવી 1 કરોડ પડાવ્યા

Timeછેલ્લું અપડેટ : 20 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Surendranagar: હનીટ્રેપમાં અમદાવાદનો યુવક ફસાયો, આરોપીઓએ પિસ્તોલ બતાવી 1 કરોડ પડાવ્યા
સોર્સ : GSTV

ગુજરાતમાં હનીટ્રેપની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે, ત્યારે સુરેન્દ્રનગરમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અમદાવાદના એક યુવકને 'ગુડ મોર્નિંગ' ના મેસેજ અને વીડિયો કોલથી જાળમાં ફસાવી, સુરેન્દ્રનગર બોલાવી પિસ્તોલની અણીએ 1 કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. આ મામલે સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ મથકે યુવતી સહિત પાંચ લોકોની ટોળકી સામે ગુનો નોંધાયો છે.

App Store

મળતી માહિતી મુજબ, આ ટોળકીની યુવતી યુવકોને સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર ગુડ મોર્નિંગના મેસેજ તેમજ વીડિયો કોલ કરીને પોતાની જાળમાં ફસાવતી હતી. અમદાવાદના યુવક સાથે સંપર્ક કેળવ્યા બાદ તેને મળવા માટે સુરેન્દ્રનગર બોલાવવામાં આવ્યો હતો. યુવક જેવો ત્યાં પહોંચ્યો કે તરત જ પૂર્વ આયોજિત કાવતરા મુજબ ટોળકીના અન્ય સભ્યો ત્રાટક્યા હતા. જે બાદ યુવતી સહિત 5 લોકોની ટોળકીએ તેનું અપહપણ કરી રણકાંઠા વિસ્તારમાં લઈ ગયા હતા. ત્યાં યુવકને પિસ્તોલ બતાવી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. લાંબી રકઝક અને ડરના માર્યા અંતે યુવકે 1 કરોડ રૂપિયા રોકડા ચૂકવવાની તૈયારી બતાવી હતી. ટોળકીએ યુવક પાસેથી 1 કરોડ પડાવી તેને મુક્ત કર્યો હતો.

આ મામલે સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી છે. આ ટોળકીએ ગુજરાતના અનેક યુવકોને આ રીતે  ફસાવ્યા હોવા મુદ્દે પણ પોલીસે તપાસ શરુ કરવામાં આવી છે.