Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Traffic police action regarding accident involving heavy vehicles in Surat city

VIDEO: સુરત શહેરમાં ભારે વાહનો દ્વારા અકસ્માતને લઈ ટ્રાફિક પોલીસની કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સુરત શહેરમાં માર્ગ અકસ્માતો અને ટ્રાફિક માટે સમસ્યારૂપ બનતા મોટા વાહનોને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહીનો પ્રારંભ શરૂ કરાયો છે. આ ઉપરાંત સુરત મનપાની કચરાગાડીના કેટલાક ડ્રાયવર પાસે જ લાયસન્સ હોતા નથી. જેથી પોલીસે મનપાની આવી 20 કચરાગાડી જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરીને દંડ ફટકાર્યો હતો. ટ્રાફિક પોલીસની ઝૂંબેશમાં મનપાની ગાડીઓમાં જ લાલિયાવાડી જોવા મળી હતી. ડ્રાયવર પાસે પોતાની પાસે લાયસન્સ ન મળતા પોલીસે મનપાના વાહનો ડિટેઈન કરી લીધા હતા. વાહનચાલકો મનપાના કોન્ટ્રાક્ટની આડમાં વાહનો બેદરકારીથી ચલાવી તેની નંબર પ્લેટને લઈને પણ મનસ્વી વર્તન કરતા હોવાનું સામે આવ્યું હતું. જેથી આવા વાહનો સામે પણ ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી કાર્યવાહી આરંભી છે.

App Store

સુરત શહેરમાં પ્રવેશતા મોટા વાહનો જેનાથી અકસ્માતો અથવા અન્ય રાહદારીઓ કે વાહનચાલકોને નુકસાન થાય તેની સામે પણ ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. લાયસન્સ ન હોય તેવા લોકોને ડીજી લોકરમાં રાખવા જણાવ્યું છે. જે જરૂર પડે ત્યારે બતાવી શકાય. આ ઉપરાંત શહેરમાંથી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા ઝૂંબેશની સાથે લોકજાગૃતિ પણ લાવવાનો પ્રયાસો શરૂ કરાયો છે.