Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : Mahisagar news: Forest employee on bike dies after being hit by car, case registered against driver

Mahisagar news: બાઈક પર જતા વન કર્મચારીને કારે ટક્કર મારતા કમકમાટીભર્યું મોત, કારચાલક સામે ગુનો દાખલ

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Mahisagar news: બાઈક પર જતા વન કર્મચારીને કારે ટક્કર મારતા કમકમાટીભર્યું મોત, કારચાલક સામે ગુનો દાખલ
સોર્સ : GSTV

Mahisagar news: મહીસાગરમાં માર્ગ અકસ્માતમાં વન કર્મચારીના મોતના સમાચાર સામે આવ્યા છે. મારૂતિ વાન સાથે બાઇકની ટક્કર થતા વન કર્મચારીનું મોત નિપજ્યું હતું. હાલ, આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.  

App Store

શું હતી ઘટના? 
મળતી માહિતી મુજબ, ગુરૂવારે (14 ઓગસ્ટ) મહીસાગરમાં મારૂતિ વાન અને બાઇક વચ્ચે ટક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વન કર્મચારીનું મોત નિપજ્યું છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર વન વિભાગના કર્મચારી પર્વત વાઘડિયા હોવાનું સામે આવ્યું છે.

પોલીસે હાથ ધરી તપાસ
ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલ્યો છે. આ સિવાય અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.