VIDEO: પાટીદાર સમાજની યોજાયેલી મીટિંગમાં અલ્પેશ કથીરિયાનું ચૂંટણીમાં અનામતને લઈ મોટું નિવેદન
VIDEO: ગુજરાતમાં આગામી સમયમાં ફરી એકવાર અનામતનો મુદ્દો ગૂંજે તો નવાઈ નહીં. પાટીદાર અને ભાજપના નેતા અલ્પેશ કથીરિયાએ ચૂંટણીમાં અનામત મુદ્દે નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું કે, શિક્ષણમાં અનામત લીધું તેમ ચૂંટણીમાં અનામત માટે રજૂઆત સરકારમાં કરી અને ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન કરવામાં આવી છે. સત્તા અને સિસ્ટમમાં આપણે સૌએ ભાગીદાર બનવું પડશે.
પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ આગળ જણાવ્યું કે, અભ્યાસમાં અનામત મુદ્દે લડત ચાલી હવે ચૂંટણીમાં અનામત માટે લડવું પડશે. જેથી દરેક ગામમાં સમાજે એક થવાની જરૂર છે. આગામી દિવસોમાં સ્થિતિ ખરાબ થશે. 3 મહિના પહેલા ભારતમાં પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં 27 ટકા અનામતનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. આ નિયમનું પરિણામ ખરાબ મળશે. તમે છો તો પણ તમારે 27 ટકામાં ભાગ આપવાનો તમારા ગામમાં 100 ટકા હશે તો બીજા સભ્યો સાથે લડવાનું થશે. હાલ નાના ગામડાઓમાં બનેલી ઘટનાઓમાં ચાર મહિના પહેલાની ચૂંટણી જવાબદારી છે.

