VIDEO: બોટાદ કડદા આંદોલનમાં જેલમાં ગયેલા ખેડૂતો માટે હાઈકોર્ટમાં જામીન અરજી કરાઈ: સાગર રબારી
VIDEO: ગત મહિને બોટાદ માર્કેટયાર્ડ (APMC) ખાતે કપાસના વેપારીઓ દ્વારા વજનમાં કરાતા 'કડદા' વિરુદ્ધ ખેડૂતોનું ઉગ્ર આંદોલન ચાલી રહ્યું હતું. ગત 10 ઓક્ટોબરે મોડી રાત્રે યાર્ડમાં ખેડૂતો ભજન-કીર્તન કરીને વિરોધ નોંધાવી રહ્યા હતા, ત્યારે પોલીસે મુખ્ય ખેડૂત આગેવાન રાજુ કરપડા સહિત ખેડૂતોની અટકાયત કરી હતી. જે બાદ આ કડદા આંદોલનમાં જેલમાં ગયેલા ખેડૂતોના જામીન સેશન્સ કોર્ટમાં નામંજૂર થયા હતા. જે બાદ આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ જણાવ્યું કે, ખેડૂતોના જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
11 તારીખે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી, કોશિશ છે કે વહેલામાં વહેલી તકે ખેડૂતો જેલમાંથી બહાર આવશે. ખેડૂતોને જામીન અપાવવા આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટના વકીલો લાવી છે. આમ આદમી પાર્ટી ખેડૂતોના પરિવારો સાથે સંપર્કમાં છે. આમ આદમી પાર્ટી જેલમાં ગયેલા ખેડૂતોની લડાઈ મજબૂતીથી લડી રહી છે. આશા છે કે હાઇકોર્ટમાંથી ખેડૂતોને જામીન મળશે. ખેડૂતોના પરિવારોને કોઈ મૂંઝવવાની કે ડરાવવાની કોશિશ કરે તો તેમની વાતોમાં આવવું નહીં તેવું સાગર રબારીએ વધુમાં જણાવ્યું હતું.

