Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Stock news today: Sensex falls for third consecutive day, down 95 points, Nifty Infra suffers losses

Stock news today: સેન્સેક્સ સતત ત્રીજા દિવસે તૂટ્યો, 95 પોઈન્ટ ઘટયો, નિફ્ટી ઈન્ફ્રાને નુકસાન થયું

Timeછેલ્લું અપડેટ : 07 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Stock news today: સેન્સેક્સ સતત ત્રીજા દિવસે તૂટ્યો, 95 પોઈન્ટ ઘટયો, નિફ્ટી ઈન્ફ્રાને નુકસાન થયું
સોર્સ : GSTV

Stock news today: શુક્રવારે શેરબજાર નીચા સ્તરે બંધ થયું. સેન્સેક્સ 95 પોઈન્ટ ઘટ્યો. નિફ્ટી-50 પર ટોચના ઘટાડામાં ભારતી એરટેલ, ટાટા કન્ઝ્યુમર, ટેક મહિન્દ્રા, એપોલો હોસ્પિટલ્સ અને વિપ્રોનો સમાવેશ થાય છે.

App Store

શુક્રવારે શેરબજાર સતત ત્રીજા દિવસે નીચા સ્તરે બંધ થયું. બંને બેન્ચમાર્ક સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ 95 પોઈન્ટ ઘટ્યો, જ્યારે નિફ્ટી 50 17 પોઈન્ટ ઘટ્યો.

શુક્રવારે, સેન્સેક્સ 83,150 પર ખુલ્યો અને 0.11 ટકા ઘટીને 83,216 પર બંધ થયો. નિફ્ટી-50  25,433 પર ખુલ્યો અને 0.06 ટકા ઘટીને 25,492 પર બંધ થયો. બેન્ચમાર્ક ઇન્ડેક્સની સરખામણીમાં મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટ્સે મિશ્ર પ્રદર્શન કર્યું. બીએસઈ મિડકેપ 0.25 ટકા વધ્યો, જ્યારે બીએસઇ સ્મોલકેપ ફ્લેટ બંધ રહ્યો.

ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ
નિફ્ટી 50 કંપનીઓમાં શ્રીરામ ફાઇનાન્સનીં સૌથી વધારે તેજી જોવા મળી, 3.01 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ પછી, અદાણી એન્ટરપ્રાઇઝમાં 2.39 ટકા, બજાજ ફાઇનાન્સમાં 2.38 ટકા, ટાટા સ્ટીલમાં 2.32 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 1.99 ટકાનો વધારો જોવા મળ્યો.

નિફ્ટી-50 કંપનીઓમાં સૌથી વધારે નુકસાન ભારતી એરટેલને થયું હતું, તેમાં 4.48 ટકાનો ઘટાડો થયો હતો. આ પછી, ટાટા કન્ઝ્યુમર ૧.૯૮ ટકા, ટેક મહિન્દ્રા 1.91 ટકા, એપોલો હોસ્પિટલ 1.80 ટકા, વિપ્રો 1.49 ટકા ઘટ્યા હતા.

સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી કેપિટલ માર્કેટમાં 3.11 ટકાની તેજી જોવા મળી હતી. મેટલમાં 1.41 ટકા, પીએસયુ બેન્કમાં 0.87 ટકા વધ્યો હચો. જ્યારે ઇન્ડિયા ડિફેન્સમાં 0.86 ટકા, નિફ્ટી ઓટોમાં 0.57 ટકા, બેન્કમાં 0.56 ટકા, ઇન્ફ્રામાં એક ટકા, નિફ્ટી ઇન્ડિયા ટુરિઝમમાં 0.84 ટકા, આઇટી 0.62 ટકા, એફએમસીજી 0.49 ટકા, ફાર્મા, 0.49 ટકા અને મીડિયા 0.26 ટકા ઘટ્યો હતો.