Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: A grand 2-kilometer Tiranga Yatra was held in Surat, thousands of people gathered

VIDEO: સુરતમાં 2 કિલોમીટરની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, હજારો લોકો ઉમટી પડયાં

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV News

 VIDEO: ગુજરાતમાં આજે સૌથી મોટી તિરંગા યાત્રા યોજાઈ હતી. સુરત શહેરમાં આજે ભવ્ય અને બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી. આ તિરંગા યાત્રામાં રાજ્યના જળશક્તિ મંત્રી, ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ ઉપરાંત આ તિરંગા યાત્રામાં શહેરની જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. સંપૂર્ણ રૂટ પર તિરંગામય વાતાવરણ જોવા મળ્યું હતું. પોલીસના અલગ અલગ પ્લાટુન જોવા મળ્યા હતા. 

App Store

સુરતની તિરંગા યાત્રામાં જોડાયેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સુરતવાસીઓ દ્વારા આજે નવો ઈતિહાસ રચાયો છે. આ તિરંગા યાત્રામાં જુદીજુદી સાંસ્કૃતિક ટેબ્લો જોવા મળ્યા હતા. આવતીકાલે 11 તાકીખે વડોદરામાં તિરંગાયાત્રાનું આયોજન છે. ત્યારબાદ 12 તારીખે રાજકોટ ખાતે તિરંગા યાત્રાનુ આયોજન છે. બાદમાં 13મી તારીખે અમદાવાદ ખાતે મુખ્યમંત્રીના હસ્તે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે.