VIDEO: સુરતના અનેક નીચાણવાળા વિસ્તારોમાંથી 1200 લોકોને સલામત સ્થળે ખસેડાયા
સોર્સ : gstv
સુરત જિલ્લામાં રેકોર્ડબ્રેક વરસાદે સમગ્ર શહેરને ઠપ કરી દીધું છે. સુરત શહેરમાં સવારે ૬થી રાત્રે ૮ વાગ્યા સુધીના ૧૪ કલાકમાં ૧૩થી ૧૪ ઇંચ વરસાદ પડ્યો છે. પલસાણામાં ૧૮ ઇંચ અને કામરેજમાં ૧૬ ઇંચ વરસાદથી પરિસ્થિતિ વધુ વિકટ બની છે.નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જનજીવન ખોરવાઈ ગયું છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું કે વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે. SMCની ટીમો સક્રિય છે. NDRFની એક અને SDRFની ત્રણ ટીમો રાહત કાર્યમાં જોડાઈ છે. અત્યાર સુધીમાં ૧૨૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તાપી નદી ભયના નિશાનથી નીચે વહી રહી છે અને ઉકાઈ ડેમ નિયંત્રણમાં છે.

