Suratમાં ગેમ રમવા બાબતે ઠપકો આપ્યા બાદ ત્રણ ભાઈ-બહેન ઘર છોડીને ચાલ્યા ગયા, પોલીસે ગણતરીની કલાકોમાં શોધી કાઢ્યા

સુરતના ચોકબજાર પોલીસ મથક વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ઓનલાઈન મોબાઈલ ગેમની કુટેવના કારણે એક જ પરિવારના ત્રણ સગા ભાઈ-બહેન ઘર છોડીને ચાલ્યા ગયા હતા. જેમની ઉંમર 14, 11 અને 9 વર્ષ છે. જો કે મોડી રાત્રે આ ગુમ થયેલા ત્રણ બાળ કિશોરોને “ઓપરેશન મુસ્કાન” અંતર્ગત પોલીસએ સફળતાપૂર્વક શોધી કાઢ્યા છે.
બાળકો મોબાઈલ સ્ક્રીન સામે કલાકો સુધી ગેમ રમતા હતા અને અભ્યાસ પર ઓછું ધ્યાન આપતા હતા. જે બાબતે ઠપકો આપતા બાળકો રિસાઈ ગયા હતા. જો કે મોડી રાત્રે આ ગુમ થયેલા ત્રણ બાળ કિશોરોને “ઓપરેશન મુસ્કાન” અંતર્ગત પોલીસએ સફળતાપૂર્વક શોધી કાઢ્યા છે. ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તાત્કાલિક પાંચ વિશેષ ટીમો રચવામાં આવી હતી. ટીમોએ મુંબઈ, વાપી, વડોદરા, સુરત રેલવે સ્ટેશન અને શહેર વિસ્તારમાં સતત શોધખોળ શરૂ કરી હતી. પોલીસએ અંદાજે 400થી વધુ CCTV ફૂટેજ ચકાસ્યા અને 15થી વધુ રેલવે સ્ટેશનો પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બાળકો સુરતથી મુંબઈ, ત્યાંથી દિલ્હી અને પછી ફરી સુરત આવ્યા હતા. અંતે પંડોળ વિસ્તારમાં સઘન તપાસ બાદ ત્રણેય બાળકોને સુરક્ષિત રીતે શોધી પરિવારને સોંપવામાં આવ્યા હતા અને “ઓપરેશન મુસ્કાન” સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.

