Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Three-day Sadvidya Mahotsav begins at Gurukul

સુરત ગુરુકુળમાં ત્રિ-દિવસીય સદવિદ્યા મહોત્સવનો પ્રારંભ, દેશ વિદેશમાં 40,000 વિદ્યાર્થીઓ તથા સંતો-હરિભક્તોના ઉપવાસ

Timeછેલ્લું અપડેટ : 13 Feb 2025
લાઇવ ટીવીGoogle News
સુરત ગુરુકુળમાં ત્રિ-દિવસીય સદવિદ્યા મહોત્સવનો પ્રારંભ, દેશ વિદેશમાં 40,000 વિદ્યાર્થીઓ તથા સંતો-હરિભક્તોના ઉપવાસ

ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ૩૭મી  પુણ્યતિથિના અવસરે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વેડ રોડ સુરતમાં સદવિદ્યા મહોત્સવ ઉજવવાનો પ્રારંભ કરાયો છે. શાંતિ અને સુખનો માર્ગ ચીંધતી વિવિધ ભારતીય સંસ્કૃતિમાંની એક છે ગુરુકુલ સંસ્કૃતિ. જે વિદ્યા સાથે સદવિદ્યા અને બ્રહ્મવિદ્યા શીખવે છે. આ ગુરુકુલ સંસ્કૃતિને ઉજાગર કરવાનો સંકલ્પ હિમાલયની પેદલયાત્રા કરતા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીને થયો.1947 માં રુદ્રપ્રયાગમાં શિક્ષાપત્રીના મંત્રનો સાક્ષાત્કાર થયો. “પૃથ્વીને વિષે સદવિદ્યાનું પ્રવર્તન કરવું. “ જેથી રાજકોટમાં 1948 માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની સ્થાપના તેઓશ્રીએ કરી હતી.

App Store

61 શાખાઓ કાર્યરત

પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર આજે રાજકોટ ગુરુકુલની ગુજરાત ઉપરાંત દક્ષિણ ભારત અને વિદેશમાં ૬૧ શાખાઓ કાર્યરત છે . 275 ઉપરાંત સ્ત્રી ધનના ત્યાગી સંતોની નિગ્રાહીમાં 40,000 જેટલા વિદ્યાર્થીઓ વિદ્યા સાથે સદવિદ્યા અને બ્રહ્મવિદ્યા મેળવી રહ્યા છે . નિર્વ્યસની અને સદાચારમય જીવન જીવીને આર્મી તેમજ આઈ એ એસ બની દિલ્હીમા સચિવ કક્ષાનું પદ શોભાવી રહેલ છે.ગુરુકુલના બાળકો આજે પ્રાર્થી રહ્યા છે કે ગુરુદેવ તમે ગુરુકુલ સ્થાપ્યું, અમને એક રૂપિયા લવાજમમાં ભણાવ્યા તો અમે ભણ્યા. 

સમૂહ આરાધના

ફેબ્રુઆરીની ૧૩ તારીખથી ત્રણ દિવસના આયોજનમાં ગુરુકુલના બાળકો ગુરુકુલ સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજશે. આજે સમૂહ આરાધના નૃત્ય કરેલ સંતોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને ઈનામ અર્પી પ્રેરણા અને પ્રોત્સાન આપેલ. ગુરૂદેવની પુણ્યતિથિ મહાવદ બીજ તા ૧૪ના રોજ સુરત ઉપરાંત અન્ય ગુરુકુલના પ્રાયમરીથી કોલેજના ૪o,૦૦૦ વિદ્યાર્થીઓ ઉપવાસ કરશે.સુરત ગુરુકુલના મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર ઉજવાનાર સદવિદ્યા મહોત્સવમાં પ્રેરણા અને પ્રોત્સાહન આપવા આફ્રિકા દેશમાં સત્સંગ વિતરણ કરીને પધારી રહેલા ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી તથા મહંત સ્વામી દેવપ્રસાદ સ્વામી વગેરે સંતો તથા ઉપસ્થિત રહેશે.