સુરત ગુરુકુળમાં ઉત્તરાયણની અનોખી ઉજવણી, 12 બાય 12 ફૂટનો પતંગ અને 10 ફૂટ ફિરકી બની આકર્ષણનું કેન્દ્ર

સુરતના વેડરોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે મકરસંક્રાંતિના પર્વે સત્સંગી હરિભક્તો તથા પરપ્રાંતિય દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. સંક્રાંતિ પર્વે ગુરુકુળમાં ગાયોનું પૂજન, ભગવાનની આગળ ધાણી મમરા ચીકી, બોર વગેરેની હાટડી ભરવામાં આવી હતી. પતંગના આ પર્વને અનુસંધાને ગુરુકુલના સંતો તથા યુવાનોએ 12x12 ફુટની સાઇઝનો મોટો પતંગ તૈયાર કરાઈ હતી. જેની 400 ફુટ લાંબી જાડી દોરી અને તેને વીંટાળવા 10 ફુટની મોટી ફિરકી બનાવી હતી. જેની ફોટો સેલ્ફી હજારો દર્શનાર્થીઓએ સેલ્ફી લીધી હતી.
આ પણ વાંચોઃ સુરતમાં હત્યાનો ફરાર આરોપી ઝડપાયો, પેરોલ મેળવીને 1 વર્ષથી થઈ ગયો હતો ફરાર
ભગવાનને અભિષેક કરાયો
ભગવાનના સિંહાસનને પણ વિવિધ પ્રકારના નાના મોટા પતંગોથી સજાવવામાં આવ્યું હતું. મકરસંક્રાંતિના આ પરવે ભગવાન શ્રી સ્વામિનારાયણને દૂધ દહીં આદિ પંચામૃત દ્રવ્યોથી તેમજ વિવિધ ફ્રુટના રસો, વિવિધ પ્રકારના પુષ્પોની પાંખડીઓ, ચોખા, મગ, ચણા, તુદેર દાળ આદિ ખાદ્ય પદાર્થોથી તેમજ ડ્રાયફૂટથી મહંત સ્વામી ધર્મ વલ્લભદાસજી સ્વામી, પ્રભુ સ્વામી વગેરે સંતોએ અભિષેક કર્યો હતો.
થાળના પદોનું કરાયું ગાન
પ્રેમવતી મહિલા સંસ્કાર કેન્દ્રના સાંખ્ય યોગી મહિલાઓના માર્ગદર્શન અનુસાર એક મહિના સુધી પ્રાત:કાળે મહિલા ભક્તિ મંડળના બહેનો 108 ઉપરાંત વિવિધ વાનગીઓનો થાળ લઈને આવતા હતી. જેને ભગવાન સન્મુખ નિવેદિત કરી થાળના પદોનું ગાન કરી અર્પણ કરવામાં આવતો હતો. સંક્રાંતિના પરવે સતસંગ કથાવાર્તાનો લાભ લેવા આવેલ ભક્તોએ સાયં મહાનિરાજન આરતીના દર્શન કર્યાં હતાં.

