VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી 5 જૂનના સુરત પ્રવાસને લઈને તૈયારીઓ વચ્ચે જાહેર સભાનું સ્થળ બદલવામાં આવ્યું
સોર્સ : gstv
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી 5 જૂનના સુરત પ્રવાસને લઈને તૈયારીઓ વચ્ચે જાહેર સભાનું સ્થળ બદલવામાં આવ્યું છે. શરૂઆતમાં વેસુ વિસ્તારમાં ભગવાન મહાવીર કોલેજ સામેના વિશાળ મેદાનમાં સભા યોજવાનું નક્કી કરાયું હતું અને ડોમ સહિતની પ્રાથમિક તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી. જોકે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી અને ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખી છેલ્લી ઘડીએ સ્થળમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. હવે વડાપ્રધાનની જાહેર સભા સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાશે. સ્થળ બદલાતા વેસુ ખાતે તૈયારીઓ માટે લાવવામાં આવેલ સામાન ટ્રકો મારફતે પરત ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે.

