Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat's 'fake' yoga guru Pradeep's sexual activities exposed: Obscene chats and photos with girls go viral!

સુરતના 'ઢોંગી' યોગગુરુ પ્રદીપની કામલીલાનો પર્દાફાશ: યુવતીઓ સાથેની અશ્લીલ ચેટ અને ફોટા Viral!

Timeછેલ્લું અપડેટ : 25 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સુરતના 'ઢોંગી' યોગગુરુ પ્રદીપની કામલીલાનો પર્દાફાશ: યુવતીઓ સાથેની અશ્લીલ ચેટ અને ફોટા Viral!
સોર્સ : GSTV

Surat news: સુરત જિલ્લામાં યોગગુરુ તરીકે ઓળખાતા પ્રદીપ જોતાંગિયાના પાપનો ઘડો હવે ફૂટી રહ્યો છે. નકલી નોટ છાપવાના ગંભીર કૌભાંડમાં સંડોવાયેલા પ્રદીપની હવે "કામલીલા" સામે આવી છે. સોશિયલ મીડિયા પર પ્રદીપના યુવતીઓ સાથેના અશ્લીલ ફોટા અને ચેટિંગના સ્ક્રીનશોટ વાયરલ થતા ધાર્મિક જગતમાં ખળભળાટ મચી ગયો છે.

App Store

ચેટ અને કામલીલાનો પર્દાફાશ
કથિત યોગગુરુ પ્રદીપ મહારાજ યુવતીઓ સાથે મોડી રાત સુધી અશ્લીલ વાતો કરતો હોવાના પુરાવા સામે આવ્યા છે. સ્થાનિક રહીશોએ પણ અગાઉ આક્ષેપ કર્યા હતા કે રાત્રિના સમયે બહારથી અજાણી યુવતીઓ આશ્રમ કે ગામમાં આવતી હતી. યોગ અને અધ્યાત્મના નામે ચાલતી આ અનૈતિક પ્રવૃત્તિઓનો પર્દાફાશ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

95 લાખની લેતીદેતીનો વિસ્ફોટક ઓડિયો
બીજી તરફ, આર્થિક વ્યવહારોમાં પણ પ્રદીપની પોલ ખુલી છે. જનકભાઈ રાણપરિયા અને પ્રદીપ વચ્ચેની વાતચીતનો એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં અંદાજે રૂપિયા 90થી રૂપિયા 95 લાખ જેવી મોટી રકમનો ઉલ્લેખ છે. જનકભાઈ પોતાના બાકી નીકળતા પૈસાની માંગણી કરી રહ્યા છે, જ્યારે પ્રદીપ ઉદ્ધત રીતે જવાબ આપે છે કે "પ્લોટ વેચાશે ત્યારે જ પૈસા મળશે."

ઓડિયોમાં જનકભાઈ આક્ષેપ કરે છે કે સંસ્થા પાસે દાનમાં લોટ અને અન્ય ચીજવસ્તુઓ આવે છે, તો પૈસા કેમ નથી ચૂકવતા? જેના જવાબમાં પ્રદીપ કહે છે કે દાનની વસ્તુઓ સંસ્થા માટે છે. વાતચીતના અંતે પ્રદીપ ઉશ્કેરાઈને ધમકીભર્યા સૂરે કહે છે કે, "તમારે જે કરવું હોય તે કરી લો, કોર્ટ કરો કે આંદોલન, પૈસા તો પ્લોટ વેચાયા પછી જ મળશે."