Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar Police's big bust: Marijuana worth lakhs seized from tanker on Dhangadhra-Halwad highway

Surendranagar news: સુરેન્દ્રનગર પોલીસનો મોટો સપાટો: ધાંગધ્રા-હળવદ હાઈવે પર ટેન્કરમાંથી લાખોનો ગાંજો ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 25 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Surendranagar news: સુરેન્દ્રનગર પોલીસનો મોટો સપાટો: ધાંગધ્રા-હળવદ હાઈવે પર ટેન્કરમાંથી લાખોનો ગાંજો ઝડપાયો
સોર્સ : GSTV

Surendranagar news: ગુજરાતમાં નશાબંધીના કડક અમલ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાની ધાંગધ્રા તાલુકા પોલીસે ડ્રગ્સ માફિયાઓ સામે લાલ આંખ કરી છે. ધાંગધ્રા-હળવદ હાઇવે પર આવેલી કુડા ચોકડી પાસેથી પસાર થતા એક ટેન્કરમાંથી પોલીસે લાખોની કિંમતનો નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે.

App Store

જાણો શું છે આખો મામલો
મળતી માહિતી મુજબ, ધાંગધ્રા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કુડા ચોકડી પાસે એક શંકાસ્પદ ટેન્કર પસાર થઈ રહ્યું હતું. પોલીસે આ ટેન્કરને અટકાવી તેની સઘન તલાસી લેતા, અંદરથી છુપાવેલો 9 કિલો 810 ગ્રામ સૂકો ગાંજો મળી આવ્યો હતો. આ નશીલા પદાર્થના જથ્થાની સાથે પોલીસે ટેન્કર પણ જપ્ત કર્યું છે. સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂ. 14.95 લાખ આંકવામાં આવી છે.

આરોપીઓની ધરપકડ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ હેરાફેરીમાં કચ્છના ભચાઉના બે શખ્સો સંડોવાયેલા હતા. ઝડપાયેલા આરોપીઓમાં (1) શાબાદ હુસેન અને (2) સુલેમાનભાઈ શેખ (બંને રહે. ભચાઉ, કચ્છ) નો સમાવેશ થાય છે. આ બંને શખ્સો ટેન્કરના માધ્યમથી ગાંજાની સપ્લાય કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.

આગળની કાર્યવાહી
ધાંગધ્રા તાલુકા પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી તેમની વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો, તે દિશામાં પીએસઆઈ (PSI) દ્વારા વધુ તપાસ તેજ કરવામાં આવી છે. આ ઘટનાથી પંથકના ડ્રગ્સ નેટવર્કમાં ફફડાટ વ્યાપી ગયો છે.