Surat news: સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં વધારો, રેતી-કપચીના વેપારીએ દાખલ કરી ફરિયાદ

સોર્સ : gstv
વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સુરતના લસકાણા પોલીસ સ્ટેશનમાં તેની સામે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. ગુજરાતમાં તેની વિરુદ્ધ આ ૧૦મો ગુનો નોંધાયો છે.
પાસા હેઠળ જેલમાં બંધ કીર્તિ પટેલને આનાથી મોટો ઝટકો લાગ્યો
હાલમાં પાસા હેઠળ જેલમાં બંધ કીર્તિ પટેલને આનાથી મોટો ઝટકો લાગ્યો છે. લસકાણાના રેતી-કપચીના વેપારી અલ્પેશ ડોંડાએ કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કીર્તિ પટેલ પર અપશબ્દો બોલી ધમકી આપવા અને સોશિયલ મીડિયા પર બદનામ કરતી પોસ્ટ વાયરલ કરવાના આરોપ સાથે લસકાણા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કીર્તિ પટેલ પર અગાઉથી જ ખંડણી અને મારામારી સહિતની અનેક ફરિયાદો નોંધાયેલી છે.

