Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat: Brutal murder of a young man in Mahidharpura, police investigation launched

Surat: મહિધરપુરામાં યુવકની નિર્મમ હત્યા, પોલીસની તપાસ શરૂ

Timeછેલ્લું અપડેટ : 16 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Surat:  મહિધરપુરામાં યુવકની નિર્મમ હત્યા, પોલીસની તપાસ શરૂ
સોર્સ : gstv

Surat Crime News : સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલા સહારા દરવાજા નજીક એક યુવકની ચપ્પુના ઘા મારીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. હત્યા અંગત અદાવતને કારણે કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

App Store

ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવકની ઓળખ અને હત્યાના કારણો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

મહિધરપુરા પોલીસે આ ઘટના અંગે હત્યાનો ગુનો નોંધીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત, પોલીસે સ્થાનિક લોકોની પૂછપરછ પણ શરૂ કરી છે, જેથી આરોપીઓની ઓળખ કરીને તેમને ઝડપી પાડી શકાય.

પોલીસે ઘટનાસ્થળેથી હત્યામાં વપરાયેલ હથિયાર અને અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી પણ શરૂ કરી છે. આ ઘટના બાદ મહિધરપુરા પોલીસ મથકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આરોપીઓને વહેલી તકે પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

 

ટોપિક્સ:SuratSurat newscrime newsmurder