સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરનો આપઘાત, દોઢ મહિનામાં બીજી ઘટના

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરે આપઘાત કર્યો હોવાની ઘટના ઘટી છે. એનાટોપી ડિપાર્ટમેન્ટમાં થર્ડ યરના રેસિડેન્ટ ડૉક્ટર યોગેન્દ્ર પ્રજાપતિએ ધારદાર વસ્તુથી પોતાના હાથની નસ કાપી હોવાનું જણાય છે.
રેસિડેન્ટ ડોક્ટરનો આપઘાત
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી વધુ એક તબીબના આપઘાતની દુઃખદ ઘટના સામે આવી છે. સિવિલના એનાટોમી ડિપાર્ટમેન્ટમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા રેસિડેન્ટ ડોક્ટર યોગેન્દ્ર દિલીપ પ્રજાપતિએ કોઈ ધારદાર વસ્તુ વડે પોતાના હાથની નસ કાપીને જીવન ટૂંકાવ્યું છે.
મળતી માહિતી મુજબ, ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ સ્ટાફ અને પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તબીબે કોઈ કારણોસર ગંભીર પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સુરત નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દોઢ જ મહિનાના ટૂંકા ગાળામાં જ બીજા ડોક્ટરે આપઘાત કર્યો હોવાની આ સતત બીજી ઘટના બનતાં સમગ્ર હોસ્પિટલ તંત્ર અને તબીબી વર્તુળોમાં અરેરાટી સાથે ભારે અફરાતફરી મચી ગઈ છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને આપઘાત પાછળના કારણો જાણવા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

