Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Police caught on film the men who had come with the intention of murder in Surat's Godadra

VIDEO: સુરતના ગોડાદરામાં હત્યાના ઈરાદે આવેલા શખ્સોને પોલીસે ફિલ્મી ઢબે ઝડપાયા, સમગ્ર ઘટના CCTVમા કેદ

Timeછેલ્લું અપડેટ : 22 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજ્યના સુરતમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  સુરતનું ગોડાદરા વિસ્તાર કોઈ હાઈ-વોલ્ટેજ એક્શન ફિલ્મ કે ગેંગસ્ટર મૂવીના શૂટિંગ લોકેશનમાં ફેરવાઈ ગયું હતું. સામાન્ય રીતે કોઈ મોટી ગુનાહિત ઘટના બની ગયા પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચતી હોય છે, પરંતુ અહીં સુરત પોલીસે અદભૂત સતર્કતા દાખવી ગણતરીની મિનટોમાં હુમલાખોરોને રસ્તા પર જ દબોચી લીધા હતા.

App Store

હુમલો કરવા આવેલા બદમાશો બાઇક પરથી ફંગોળાયા

હુમલો કરવા આવેલા બદમાશો બાઇક પરથી ફંગોળાયા અને પોલીસે તેમની પાછળ ફિલ્મી સ્ટાઈલમાં દોડી તેમને જમીનદોસ્ત કરી દીધા હતા. આ સમગ્ર ઓપરેશનના CCTV હાલ સામે આવ્યા છે.પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ આખા લોહિયાળ ખેલ પાછળ માત્ર 1,000 રૂપિયાનો નજીવો વિવાદ જવાબદાર હતો.

 1,000 રૂપિયાની કડક માંગણી કરતા વિવાદ વકર્યો

મળતા અહેવાલ પ્રમાણે ફરિયાદી સચિન ધર્મેન્દ્રભાઈ ચૌધરી પાસે આરોપીઓએ અગાઉ ઉછીના આપેલા 1,000 રૂપિયાની કડક માંગણી કરી હતી, તે અદાવત રાખીને આરોપીઓ ફરિયાદ પર હુમલો કરવાના ઈરાદે પહોંચ્યા હતા.આરોપીઓ પાસેથી ધારદાર છરા ઝડપાયા હતા.