Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Narmad University in controversy again, space near girls' hostel

VIDEO: Suratની નર્મદ યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં, ગર્લ્સ હોસ્ટેલ નજીકની જગ્યા નવરાત્રિ માટે અપાઈ ભાડે

Timeછેલ્લું અપડેટ : 15 Jul 2025
લાઇવ ટીવીGoogle News

સુરતમાં આવેલી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. શૈક્ષણિક હેતુની જમીન નવરાત્રિ માટે ભાડે આપી દેવામાં આવી છે. અગાઉ ઓપરેશન સિંદૂર સર્કલ બનાવી પોતાની છબી ખરડાવી ચૂકેલા યશ્વી ફાઉન્ડેશને ફરી વિવાદ ઉભો કર્યો છે. પરવાનગી વગર બનાવાયેલ ઓપરેશન સિંદૂર સર્કલ તોડી પડાયું હતું. તો શું વગર ટેન્ડરે આપી દેવામાં આવેલ ગ્રાઉન્ડ રદ્દ કરવામાં આવશે ? ગ્રાઉન્ડની 100 મીટર બાજુમાં ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે. યુનિવર્સિટી દ્વારા 1.80 લાખ ચોરસ મીટરની જમીન નવરાત્રિ માટે ભાડે આપી દેવામાં આવી છે. નવરાત્રિ માટે યશ્વી ફાઉન્ડેશનને કોઈપણ પ્રકારના ટેન્ડર વગર ભાડે આપી દેવામાં આવી છે. VNSGU એ એક રાજ્ય યુનિવર્સિટી છે જે માટે સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે. પરંતુ યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક હેતુ માટેની જમીન નવરાત્રી માટે ભાડે આપતા જેને કારણે વિવાદ સર્જાયો છે. ત્યારે કુલપતિએ કહ્યું કે, નિયમ પ્રમાણે અને તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જમીન નવરાત્રિ માટે આપવામાં આવી છે. 

App Store
ટોપિક્સ:suratvnsgunavratri