VIDEO: સુરતના કામરેજના શિવનગર વિસ્તારમાં મુખ્ય ગટર લાઈન બ્લોક
સોર્સ : GSTV
સુરતના કામરેજના શિવનગર વિસ્તારમાં મુખ્ય ગટર લાઈન બ્લોક થવાને કારણે છેલ્લા 10 દિવસથી માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. ગંદા પાણીના ઉભરાવવાને લીધે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.સોસાયટીના મુખ્ય માર્ગો પર ગટરનું ગદું પાણી ફરી વળતાં વાહનવ્યવહાર અને રોજિંદા જીવન પ્રભાવિત થયા છે. ગ્રામ પંચાયતને અનેક વખત રજૂઆત કરવા છતાં અત્યાર સુધી કોઈ યોગ્ય કામગીરી થઈ નથી.સ્થાનિકોનું કહેવું છે કે ગંદા પાણીને કારણે ઝાડા, ઉલટી અને કોલેરા જેવા ચેપી રોગો વકરવાનું જોખમ વધી ગયું છે. વહીવટીતંત્રની બેદરકારીને લીધે વિસ્તારના લોકોમાં રોષ જોવા મળ્યો છે.

