Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Main roads waterlogged after heavy rains in Kim-Qudsad area of ​​Surat / Allpad

VIDEO: સુરત / ઓલપાડના કીમ-કુડસદ વિસ્તારમાં ભારે વરસાદ બાદ મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ઓલપાડ તાલુકાના કીમ અને કુડસદ વિસ્તારમાં ભારે વરસાદ બાદ મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

App Store

કીમ-કુડસદ રોડ પર કેળ સમા પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા કિનારે આવેલી દુકાનો, ઘરો અને હોસ્પિટલોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં લોકોની હાલત કફોડી બની છે. હોસ્પિટલમાં પાણી ભરાઈ જતાં દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ છે. લોકોનું કહેવું છે કે "ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવા જેવો ઘાટ" સર્જાયો છે. ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા બાદ હવે તંત્ર પાણીના નિકાલની કામગીરીમાં લાગ્યું છે.

આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે તાત્કાલિક કાયમી વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે.