Surat: વિવાદિત કીર્તિ પટેલની વધી મુશ્કેલીઓ, પાસા હેઠળ કાપોદ્રા પોલીસે કરી અટકાયત

સુરતની કાપોદ્રા પોલીસે ગુનાહિત ઈતિહાસ અને વારંવાર ગુના આચરવાની ટેવને ધ્યાનમાં રાખી પાસા હેઠળ કીર્તિ પટેલની અટકાયત કરી છે અને વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલી દીધી છે. નોંધનીય છે કે, સુરત પોલીસ છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત ધમકી, ખંડણી અને ખાસ કરીને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ઇસમો સામે કડક વલણ અપનાવી રહી છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકી દ્વારા આ પ્રકારના આરોપીઓ કે જેઓ વારંવાર પકડાવા છતાં સુધરતા નથી, તેમની સામે પાસા હેઠળ અટકાયતી કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.
તાજેતરમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા બળજબરીથી પૈસા પડાવવાના એક ગુનામાં કિર્તી પટેલ ઝડપાઈ હતી. જોકે, આ તેનો પહેલો ગુનો નહોતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે કીર્તિ પટેલ ગુનાહિત પ્રવૃત્તિ આચરવાની રીતસરની ટેવ ધરાવે છે. હત્યાના પ્રયાસથી લઈ ખંડણી માગવાના આરોપ પોલીસે કીર્તિ પટેલ વિરુદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરતી વખતે તેના લાંબા ગુનાહિત ઇતિહાસને આધાર બનાવ્યો હતો. તેના પર ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જે તેની ગુનાહિત માનસિકતા દર્શાવે છે.
પાસા એક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એવા 'આદતી ગુનેગારો'ને સમાજથી દૂર રાખવાનો છે, જેઓ જામીન પર છૂટ્યા પછી ફરીથી એ જ પ્રકારના ગુના આચરે છે. સામાન્ય કાયદાકીય પ્રક્રિયા આવા ઇસમોને રોકવામાં અપૂરતી સાબિત થતી હોવાથી, પોલીસ દ્વારા પાસા પ્રપોઝલ તૈયાર કરાયું હતું

