સુરતમાં પરિણીતાના આપઘાતને લઈને સાસરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો, કરિયાવરના નામે મરાતા મેણાં ટોણાં

રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સમયાંતરે વિવિધ કારણોસર જીવન ટૂંકાવવાનાં બનાવો સામે આવી રહ્યાં છે. આ દરમિયાન સુરતમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ આપઘાત કરી લીધો છે. ત્યારે પોલીસે મહિલાને આપઘાત કરવા મજબૂર કરનારા સાસરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. સાસરિયા દ્વારા કરિયાવરના નામે મેણાં ટોણાં મારવામાં આવતાં હતાં.
સાસરિયા દ્વારા ત્રાસ અપાતો
પાલ વિસ્તારમાં 8 માર્ચેના રોજ પરણિત યુવતી શિલ્પા દક્ષેશ વરેલીયાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. શિલ્પાના લગ્ન જાન્યુઆરી 2021માં દક્ષેશ દિનેશ વરેલીયા સાથે સમાજના રીતિ રિવાજ મુજબ થયા હતા. લગ્ન સમય દરમિયાન કરિયાવર આપવા છતાં પતિ સહિત સાસરીયાઓ દ્વારા અવાર-નવાર ટોણાં મારતા હતા. કરિયાવરમાં તારા પીયર વાળાએ કશું આપ્યું નથી' કહીને મેણાંટોણાં મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. જેની જાણ શિલ્પા વારંવાર પરિવારને કહી હતી અને આજ માનસિક ત્રાસથી કંટાળીને શિલ્પાએ આપઘાત કર્યો હતો. હાલ પાલ પોલીસે પતિ સાસરિયાઓ વિરૂદ્ધ આત્મહત્યાની દુત્પ્રેરણાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ફાંસો ખાઈ લીધો હતો
પાલ વિસ્તારમાં રેહતી 30 વર્ષીય એકાઉન્ટનટ પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. મૃતક શિલ્પાબેનના ભાઈ અને પિયર પક્ષના લોકોએ સાસરિયાં વાળા માનસિક રીતે ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાનું સામે આવતાં ગુનો નોંધ્યો હતો.

