અમદાવાદ: નવા નરોડામાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી ડૉક્ટરે કર્યો આપઘાતનો પ્રયાસ

રાજ્યમાં દિવસેને દિવસે વ્યાજખોરોનો આતંક બાદ આપઘાત અને આપઘાતના પ્રયાસના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આવી જ ઘટના અમદાવાદના નવા નરોડામાં એક ડૉકટરે મિત્ર પાસેથી પૈસા લીધા હતા, જે બાદ સતત ઉઘરાણીથી ત્રાસીને ડૉકટરે ઉંદર મારવાની દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેના લીધા તબીબના પરિવારજનો દોડતા થયા હતા.
અમદાવાદ શહેરમાં આવેલા નવા નરોડામાં રહેતા નીક વિહોલ નામના ડૉકટરે જમીનમાં રોકાણ માટે પોતાના મિત્ર પાસેથી 10 લાખ લીધા હતા. જે તબીબે 2.78 લાખ મિત્રને પરત કરી દીધા હતા. પરંતુ ત્યારબાદ મિત્ર તબીબ પર 7.22 લાખ માટે વારંવાર પૈસાની ઉઘરાણી કરતો હતો.જેથી પઠાણી ઉઘરાણીથી કંટાળીને ડૉકટરે ઉંદર મારવાની દવા પી લીધી હતી. તબીબના આવા અંતિમ પગલાને લીધે તબીબના ઘરના સગા વ્હાલાં દોડતા થયા હતા. તબીબને તાબડતોબ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સઘન સારવાર આપવામાં આવી હતી. જે બાદ તબીબે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પાર્થ પટેલ નામના વ્યાજખોર સામેપોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

