Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Police attacked by bootlegger in Maliya, bootlegger's illegal house demolished

માળિયામાં બુટલેગર દ્વારા પોલીસ પર હુમલો, બુટલેગરના ગેરકાયદેસર મકાનને તંત્રએ તોડી પાડયું

Timeછેલ્લું અપડેટ : 12 Mar 2025
લાઇવ ટીવીGoogle News
માળિયામાં બુટલેગર દ્વારા પોલીસ પર હુમલો, બુટલેગરના ગેરકાયદેસર મકાનને તંત્રએ તોડી પાડયું

મોરબી જિલ્લાના માળિયામાં બેફામ બુટલેગર દ્વારા પોલીલ પર હુમલો કરવાના કેસમાં આખરે પોલીસ અને તંત્રએ પાઠ ભણાવવા માટે નક્કી કર્યું હતું. જેમાં પોલીસ અને વહીવટી તંત્રએ બુટલેગરના ગેરકાયદેસર મકાનને તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી.

App Store

અગાઉ જ્યારે બુટલેગરના પરિવાર દ્વારા પોલીસ પર હુમલો કરી પાંચ પોલીસકર્મીઓને ઈજાઓ પહોંચાડી હતી. જેથી મામલતદાર સહિત પોલીસનો કાફલો બુટલેગરના ઘરને તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી. બુટલેગરના ગેરકાયદે મકાન તોડવા માટે ડીવાયએસપી, પાંચ પીઆઈ, ચાર પીએસઆઈ અને 70 જેટલા પોલીસકર્મીઓ તૈનાત રહીને બે બુલડોઝર અને પોલીસ કાફલાએ ઘરને જમીનદોસ્ત કરી નાખીને બુટલેગરને પાઠ ભણાવ્યો હતો.