બોટાદમાં પોલીસ કોન્સ્ટેબલે ઘરમાં જ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

ગુજરાતભરમાં આપઘાત કરવાનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે. એવામાં બોટાદમાંથી પોલીસકર્મી દ્વારા આપઘાત કરાયાની ઘટના સામે આવી છે. બોટાદ જિલ્લામાં ગઢડામાં પોલીસ કોન્સ્ટેબલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે 28 વર્ષીય પ્રહલાદભાઈ રણજીતભાઈ બાવળીયા નામના પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી રહી છે. ઘટનાની જાણ થતાં ગઢડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સાથે જ ઘટનાની જાણ થતાં બોટાદ ડિવાયેસપી સહિતના અધિકારીઓ ગઢડા દોડી આવ્યા હતા. જો કે, પોલીસ કોન્સ્ટેબલે કરેલ આપઘાતનું કારણ હજુ પણ અકબંધ છે. ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં ગઢડા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

