રાજ્યમાં વ્યાજખોરોનો આતંક યથાવત, પ્રાંતિજમાં પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ

સાબરકાંઠામાં વ્યાજખોરોનો આતંકતો વકરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. પ્રાંતિજમાં યુવકે વ્યાજખોરોના ત્રાસરથી ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. હાલ યુવક સિવિલ હોસ્પિટલમાં જીવન અને મરણની સાથે જંગ લડતો સારવાર હેઠળ.
9 લાખની સામે 16 લાખ પડાયા છતાં 70 લાખની ઉઘરાણી
પ્રાંતિજના પોંગલું ગામે રહેતા એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. હાલ ઝેરી દવા ગટગટાવી લેનાર યુવક સિવિલમાં સારવાર હેઠળ છે. યુવકે 9 લાખ રૂપિયાની સામે 16 લાખ ભર્યા હતા તે છતાં 70 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. વ્યાજખોરો દ્વારા જમીન અને ગાડી પડાવી લીધી હોવા છતાં ઉઘરાણી યથાવટ રાખી હતી. જેના કારણે યુવકે એક વીડિયો બનાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોતાના વહાલસોયા દીકરાને બચાવવા પરીવાર સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો પરંતુ જીવન અને મારાં વચ્ચે ઝોલા ખાતા યુવકના પરીવારજનો ચિંતિત.
વ્યાજખોરો સામે ફરિયાદ કરાઇ હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં
13 દિવસ પહેલા વ્યાજખોરો સામે ફરિયાદ કરાઇ હતી તે છતાં ન્યાય ન મળતા યુવકે ઝેરી દવા ગટગટાવી હતી. પોલીસ ફરિયાદ કરાઈ હોવા છતાં હજી સુધી વ્યાજખોરો સામે કોઈ કાર્યવાહી ન થતાં પરિવાર જનોમાં પણ રોષ જોવા મળ્યો છે. પ્રાંતિજ પોલીસ મથકે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે. ૧) મિતેશ દશરથ પટેલ, રહે. ધડકણ, પ્રાંતિજ સાબરકાંઠા, ૨) ભરત મણાભાઈ પટેલ, રહે. વાસણા, ગાંધીનગર, ૩) અજાણી 2 સ્ત્રીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

