સુરત ગુરુકુળમાં સદવિદ્યા મહોત્સવ, આજે હેલ્મેટ તથા આર્ટની ઇવેન્ટ કરાઈ રજૂ

સલામતિથી શરમાનારાની જીંદગી અકાળે કરમાય જતાં વાર નથી લાગતી. ધીરજ અને ખંતથી અકસ્માતનો અંત લાવ શકાય છે એમ વેડ રોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં ટ્રાફિક અવરનેસની વાત કરતા પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું. વધુમાં તેઓ ગુરુકુલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને કહ્યું હતું કે કોઈક કારણસર જેમણે આંખ ગુમાવી હોય, કાનમાં બધિરતા આવી હોય , એ આજના સાયન્સની રીતે ઘણી વખત પાછું મળવાની શક્યતા છે પરંતુ હેલ્મેટની કિંમત મહિલાને પૂછો કે જેણે અકસ્માતમાં માત્ર હેલ્મેટ ન હોવાને કારણે પતિને ગુમાવ્યો છે, બાબાએ પોતાના પપ્પાને ગુમાવ્યા છે, વૃદ્ધ મા બાપે વહાલસોયા એકના એક દીકરાને ગુમાવેલ છે.
નાનકડી ભૂલની મોટી સજા થઈ શકે
હેલ્મેટ ન પહેરવાની નાનકડી બેદરકારી કેટલું મોટું નુકસાન કરી બેસતી હોય છે. ધંધાની નુકસાનીમાંથી માણસ હજુ કદાચ બહાર આવી જાય છે પરંતુ મોંઘા મૂલી છતાંય ગૂમાવેલ અમૂલી જિંદગીને પાછી કોઈને મળતી નથી. આપણા મનની કોઈ મોટામાં મોટી બદમાસી હોય તો એ છે કે એ નાનકડી ભૂલને કે નાનકડા પાપને કાયમ મામુલી માની બેસતું હોય છે પણ સમય ઘણી વખત બતાવી દેતો હોય છે કે નાનકડી ભૂલ, આળસ, બેદરકારી કેવું પરિણામ લાવી દે છે.ગાડી, બ્રેક, કલચ, હોર્ન એ બધું બરાબર હોય પણ હેલ્મેટ નહીં હોય તો મોત ક્યારે જિંદગી છીનવી જશે એ નક્કી નથી માટે સરકારના કાયદાને અનુસરવામાં ઘણો મોટો લાભ હોય છે. એનાથી આર્થિક નુકસાનીથી બચી શકાય છે, કોઈને રડતા મૂકીને નિરાધાર કરી દેવામાંથી પણ જરૂર બચી શકાય છે.
ચિત્ર સ્પર્ધા યોજાઈ
ગુરુકુલમાં ચાલી રહેલા સદૃવિદ્યા મહોત્સવના ઉપક્રમે આજે સવારે 800 ઉપરાંત વિદ્યાર્થીઓને પોતાના મગજમાં પડેલ સર્જન શક્તિને બહાર લાવવા પ્રયત્ન કર્યો હતો. વિદ્યાલયના આચાર્ય અરવિંદભાઈ ઠેસિયા તથા ધર્મેશભાઈ સલિયાના માર્ગદર્શન અનુસાર ડ્રોઈંગ શિક્ષકોએ વિદ્યાર્થીઓને ચિત્ર સ્પર્ધામાં જોડ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ગુરૂ વર્યશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી ‘તથા ગુરુકુલના મહંત ધર્મ વલ્લભદાસજી સ્વામીએ વિદ્યાર્થીઓ વચ્ચે પધારી આશીર્વાદ પાઠવ્યા હતા.

