Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Gamkhwar accident on Surat's Posh Vesu VIP Road: Speeding car hits rickshaw, car overturns on road

VIDEO: સુરતના પોશ વેસુ VIP રોડ પર ગમખ્વાર અકસ્માત: પૂરઝડપે આવતી કારે રિક્ષાને ઠોકર મારી, કાર રોડ પર બે પલટી ખાઈ ગઈ

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત શહેરના વેસુ VIP રોડ પર વ્હાઇટ હાઉસ નજીક અકસ્માત સર્જાયો. પૂરઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર રોડ પર બે વખત પલટી મારી ગઈ હતી. અકસ્માતના અવાજથી સ્થાનિકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં રિક્ષાચાલકને ગંભીર ઈજાઓ પહોંચતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે કારચાલકને સામાન્ય ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store