Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Former President Kovind visited Gurukul

પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદે સુરતના ગુરૂકુલની મુલાકાત લઈ કહ્યું- ધર્મ અને શિક્ષણના સમન્વયના સદ્કાર્યોની સુવાસ ફેલાવતી પરંપરા

Timeછેલ્લું અપડેટ : 17 Feb 2025
લાઇવ ટીવીGoogle News
પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદે સુરતના ગુરૂકુલની મુલાકાત લઈ કહ્યું- ધર્મ અને શિક્ષણના સમન્વયના સદ્કાર્યોની સુવાસ ફેલાવતી પરંપરા

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુરત શહેરના વેડરોડ ખાતે રાજકોટ ગુરૂકુળ સંસ્થા દ્વારા સંચાલિત સ્વામિનારાયણ ગુરૂકુલ અને સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું પૂજન-અર્ચન કરીને સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીને અભ્યાસ કરાવી ડોક્ટર, વકીલ, એન્જીનિયર બનાવવા એ સાચું શિક્ષણ નથી, પરંતુ ‘ઈન્સાન’-માણસ બનાવવો, સંસ્કારવાન અને સભ્ય બનાવવો એમાં જ શિક્ષણની સાર્થકતા સમાયેલી છે. સુરત સ્વામિનારાયણ ગુરૂકુલમાં શિક્ષણ અને ધર્મનો સુભગ સમન્વય થયો છે. 

App Store

40 હજાર વિદ્યાર્થીઓ ગુરુકુળમાં

ગુરૂકુલના ભુતપૂર્વ વિદ્યાર્થી રાકેશભાઈ દુધાતે રામનાથ કોવિંદજીને આવકારતા જણાવ્યું કે, સંત શાસ્ત્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ સાંસ્કૃતિક વિરાસતના પુનઃસ્થાપન માટે ઈ.સ. ૧૯૪૮માં રાજકોટમાં પ્રથમ ગુરૂકુળની સ્થાપના કરી હતી. આજે સમગ્ર ભારતમાં ૬૦ ગુરૂકુળ સાથે ૪૦ હજાર વિદ્યાર્થીઓ સંસ્કારોની સાથે વિદ્યા ગ્રહણ કરી રહ્યા છે.
   
સેવાની સાથે ધાર્મિક કાર્યની નોંધ
                
પોતાના ઉદબોધનમાં કોવિંદે કહ્યું કે, ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સેવાકાર્યો, ધર્મકાર્યોનો વ્યાપ જોવા મળ્યો છે, પરંતુ આવનારા સમયમાં અન્ય રાજ્યોમાં પણ આ સદ્દકાર્યોની સુવાસ પ્રસરે, ગુરૂકુલ પરંપરા જીવંત રહે ગૌરવપૂર્ણ, ઓજસ્વી એવી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર થાય અને અન્ય રાજ્યોના નાગરિકોને પણ સાચા સદ્દમાર્ગે વળવાની પ્રેરણા મળે એવી અપેક્ષા વ્યકત કરી હતી. 

વિદ્યાની સાથે સંસ્કારથી મહામાનવ બને

વેડરોડ ગુરૂકુળના સ્વામી ધર્મવલ્લભદાસજીએ કહ્યું કે, યુવાપેઢીમાં વિદ્યાની સાથે સંસ્કાર ભળે ત્યારે માનવથી મહામાનવ બને છે,  આ સદ્દકાર્ય ગુરૂકુળના માધ્યમથી થઈ રહ્યું છે એમ જણાવી સર્વના કલ્યાણની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે રામનાથ કોવિંદના હસ્તે રમત ગમત, યોગ તથા અભ્યાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનારા ગુરૂકુળના વિદ્યાર્થીઓ, હરિભકતોનું સન્માન કરાયું હતું.