Video: સુરતમાં મહિલા ડ્રગ્સ પેડલરની ધરપકડ, MD ડ્રગ્સ અને ચરસ સાથે બે અલગ કેસમાં પોલીસની કાર્યવાહી

સોર્સ: gstv

સુરતના હરીપુરા વિસ્તારમાંથી લાલગેટ પોલીસે એક લાખ 85 હજાર રૂપિયાની કિંમતનું 62 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ મામલે પોલીસે કાપડ વેપારીની પત્ની રૂબીના પઠાણની ધરપકડ કરી ફ્લેટમાંથી ડ્રગ્સ, રોકડ અને મોબાઈલ સહિત કુલ બે લાખ 33 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં મહિલા વોટ્સએપ મારફતે ગ્રાહકો પાસેથી ડ્રગ્સના ઓર્ડર મેળવી નેટવર્ક ચલાવતી હોવાનું સામે આવ્યું છે. આ નેટવર્કના મુખ્ય સપ્લાયર યોગેશ રેપ સહિત બે શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. મહિલાના મોબાઈલની ચેટના આધારે અન્ય ગ્રાહકો સુધી પહોંચવા પોલીસે તપાસ તેજ કરી છે. બીજી તરફ ઉમરા પોલીસે સિટીલાઇટ રોડ પરથી 36 ગ્રામ ચરસ સાથે એક ડ્રગ પેડલરને ઝડપી પાડી મોપેડ અને મોબાઈલ સહિત 24 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત