Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Congress candidate reaches Collector's office with independent candidate

VIDEO: Surat / કોંગ્રેસના ઉમેદવાર અપક્ષ ઉમેદવારને લઈ કલેક્ટર કચેરી પહોંચ્યા; ફોર્મ ખેંચાવવાની ચર્ચા પર સી.એમ.સોનવણેએ કરી સ્પષ્ટતા

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 27 માં રાજકીય ડ્રામા જેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસના ઉમેદવાર સી.એમ. સોનવણે આજે અચાનક એક અપક્ષ ઉમેદવારને સાથે લઈને કલેક્ટર કચેરી પહોંચતા અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા. ચર્ચા એવી હતી કે, તેઓ અપક્ષ ઉમેદવારનું ફોર્મ પરત ખેંચાવવા માટે આવ્યા છે, પરંતુ સમગ્ર મામલામાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે ઉમેદવારે પોતે સ્પષ્ટતા કરી.

App Store

વોર્ડ નંબર 27 ના કોંગ્રેસના ઉમેદવાર સી.એમ.સોનવણે જ્યારે કલેક્ટર કચેરીએ દેખાયા, ત્યારે રાજકીય વર્તુળોમાં એવી વાત ફેલાઈ હતી કે તેઓ ચૂંટણીમાં મતોનું વિભાજન રોકવા માટે અપક્ષ ઉમેદવારનું ફોર્મ પરત ખેંચાવવા માટે દબાણ કરી રહ્યા છે અથવા સમજાવટ કરી રહ્યા છે. જોકે,GSTVની ટીમ સાથેની ખાસ વાતચીતમાં તેમણે આ વાતને નકારી કાઢી હતી.

સી.એમ.સોનવણેએ જણાવ્યું હતું કે, "હું એક સાચો આંબેડકરવાદી છું. હું અહીં કોઈનું ફોર્મ ખેંચાવવા માટે આવ્યો નથી." તેમણે વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, એક ગરીબ પરિવારના સભ્ય પાસે ગેસનો બાટલો ન હોવાથી, તેમને ગેસની નોંધણી કરાવવા માટે મદદ કરવાના હેતુથી તેઓ કલેક્ટર કચેરીએ આવ્યા હતા. ત્યારે આ મુલાકાતને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.