Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : massive fire broke out in Millennium Market-2, considered a textile hub

VIDEO: Surat / ટેક્સટાઈલ હબ ગણાતા મિલેનિયમ માર્કેટ-2માં લાગી ભીષણ આગ, 10થી વધુ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે

Timeછેલ્લું અપડેટ : 14 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતમાં આગની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલી જાણીતી મિલેનિયમ માર્કેટ-2 માં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માર્કેટના છઠ્ઠા માળે લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તાર ધુમાડાથી ભરાઈ ગયો હતો.

App Store

મળતી માહિતી મુજબ, મિલેનિયમ માર્કેટ-2 ના છઠ્ઠા માળે અચાનક આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે તેના જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાઈ રહી હતી. ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગનો કાફલો હરકતમાં આવ્યો હતો. હાલમાં 10 થી વધુ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલમાં આગ પર કાબુ મેળવી લેવાાયો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.