Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Clever rescue of a man who climbed a skyscraper in the Palsana police station complex

Surat news: પલસાણા પોલીસ સ્ટેશનના સંકુલમાં આવેલા ગગનચુંબી ટાવર પર ચઢેલા શખ્સનું ફિલ્મી ઢબે રૅસ્ક્યૂ

Timeછેલ્લું અપડેટ : 20 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Surat news: પલસાણા પોલીસ સ્ટેશનના સંકુલમાં આવેલા ગગનચુંબી ટાવર પર ચઢેલા શખ્સનું ફિલ્મી ઢબે  રૅસ્ક્યૂ
સોર્સ : AI

Surat news:  સુરત શહેરમાં ક્રાઈમની ઘટનાઓ સતત ઘટતી હોય છે. પરંતુ આજે એક વ્યકિત પલસાણા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં આવેલા ઉંચા ટાવર પર ચઢી ગયો હતો. જેથી પોલીસ સ્ટેશનના સ્ટાફ, ફાયર બ્રિગેડની ટીમે ચતુરાઈથી ટાવર પરથી હેમખેમ નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. 

App Store

મળતી માહિતી અનુસાર, સુરતમાં દરરોજ ગુનાહિત ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. જેના લીધે તંત્રની કામગીરી પર સવાલ થતા હોય છે. પરંતુ ગત રોજ એક પર પ્રાંતીય વ્યકિત પલસાણા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં આવેલા ગગનચુંબી ટાવર પર ચઢી ગયો હતો. જેની જાણ થતા પોલીસને આ વ્યકિતને નીચે ઉતારવો એક પડકારજનક કાર્ય બની ગયું હતું. 

પલસાણા  પોલીસના પીઆઈ તથા સમગ્ર સ્ટાફે અદભુત શાંતિ, બુદ્ધિ અને ચતુરાઈથી આ પરિસ્થિતિને સંભાળી લીધી હતી. જે બાદ ટાવર ઉપર બેઠેલા શખ્સને પોલીસ સ્ટાફે વાતોમાં વ્યસ્ત રાખ્યો હતો. ટાવર પર ચઢેલા શખ્સને જમીન પર ઉતારવા માટે ક્રેઈન અને સેફ્ટી બેલ્ટ તથા દોરડાની મદદથી ફિલ્મી ઢબે ઓપરેશન કર્યું હતું. આખરે ટાવર ઉપર બેઠેલા શખ્સને સલામત રીતે નીચે ઉતારવામાં સફળતા મળી હતી. નીચે ઉતારવામાં આવેલા આ વ્યકિતનું નામ ભરતભાઈ દશરથભાઈ પાંડે, ઉંમર આશરે 32 વર્ષ, મૂળ બિહારના ઔરંગાબાદનો રહેવાસી અને માનસિક બીમાર હોવાનું કારણ સામે આવ્યું હતું.