Surat/ લોહીના સંબંધો લજવાયા! રાંદેરમાં સગા ભાઈએ જ ભાઈની ચપ્પુ મારી કરી હત્યા

સુરત શહેરના Rander વિસ્તારમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે પોતાના જ પિતરાઇ ભાઈની ચપ્પુ મારી હત્યા કરી હોવાની માહિતી મળી છે. માહિતી મુજબ રાંદેર વિસ્તારમાં રહેતા આમીર શેખ નામના યુવકે પોતાના ચચેરા ભાઈ સુલતાન અહેમદ પર ચપ્પુથી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા સુલતાન અહેમદને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ તેમની ગંભીર હાલત જોતા તેમને આગળની સારવાર માટે Surat Civil Hospital ખાતે રિફર કર્યા હતા. જ્યાં હાજર તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક સુલતાન અહેમદ મૂળ Maharashtraના વતની હોવાનું સામે આવ્યું છે. તેઓ રમજાનના તહેવારને કારણે પોતાના મામાના ઘરે સુરત આવ્યા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર ગત રાત્રે બંને વચ્ચે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા આમીર શેખે ચપ્પુથી હુમલો કર્યો હતો, જેના કારણે સુલતાન અહેમદનું મોત થયું.ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હાલ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

