Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Accused caught with banned MD drugs

સુરતમાં પ્રતિબંધિત એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો, છૂટક વેચાણ માટે મુંબઈથી મગાવ્યો હતો જથ્થો

Timeછેલ્લું અપડેટ : 06 Feb 2025
લાઇવ ટીવીGoogle News
સુરતમાં પ્રતિબંધિત એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો, છૂટક વેચાણ માટે મુંબઈથી મગાવ્યો હતો જથ્થો

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાંથી એસઓજી પોલીસની ટીમે ડ્રગ્સના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે 5.27 લાખની કિમંતનું ૫૨.૭૭૦ ગ્રામ મેથાએમ્ફેટામાઈન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે હાલ આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

App Store

જાહેર રોડ પરથી ઝડપાયો

મળતી માહિતી મુજબ સુરત શહેરમાં એસઓજી પોલીસની ટીમે જહાંગીરપુરા સાયણ રોડ વરીયાવ જંકશન સર્કલ પાસે જાહેર રોડ પરથી ફોરવ્હીલ કારને આંતરી કારચાલક ભરતભાઈ ભગવાન ભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ૫,૨૭,૭૦૦ રૂપિયાની કિમતનું ૫૨.૭૭૦ ગ્રામ મેથાએમ્ફેટા માઈન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડી કુલ્લે ૨૦,૩૭,૭૦૦ રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો.

મુંબઈથી મગાવ્યું હતું ડ્રગ્સ 

આરોપીની પૂછપરછ દરમ્યાન આરોપી છૂટક ડ્રગ્સનું વેચાણ કરવા સારું મુંબઈ ખાતે રહેતા એક ઇસમ પાસેથી આ ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી મુંબઈ ખાતે રહેતા ઈસમને વોન્ટેડ જાહેર કરી પકડાયેલા આરોપી અને વોન્ટેડ જાહેર કરાયેલા આરોપી વિરુદ્ધમાં જહાંગીરપુરા પોલીસ મથકમાં એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.