વડોદરા: તમારા આધારકાર્ડનો ઉપયોગ ડ્રગ્સ કેસમાં થયો, મહિલા અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી પડાવ્યા 10 લાખથી વધુ

રાજ્યમાં ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. વડોદરામાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. સાયબર ક્રાઈમના આરોપીઓએ IT કંપનીમાં કાર્યરત મહિલા HR મેનેરજ સાથે ઠગાઈ આચરી છે.
તમારા આધારકાર્ડનો ડ્રગ્સ કેસમાં ઉપયોગ થયો
પ્રાથમિક માહિતી અનુસાર તમારા આધારકાર્ડનો ડ્રગ્સ કેસમાં ઉપયોગ થયો છે, તેમ કહીને સાયબર માફિયાઓએ આઇટી કંપનીમાં એચઆર મેનેજર તરીકે ફરજ બજાવતી મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી હતી.
શખ્સે મને ધાક-ધમકી આપી
મહિલાને નકલી પોલીસ અધિકારી બનીને શખ્સે કહ્યું કે સ્કાઈપ ઉપર 930 MUMBAI CYBER CELL DEPARTMENT સર્ચ કરો અને મને વીડિયો કોલ કરો. શખ્સે મને ધાક-ધમકી આપી અને કહ્યું કે તમારું આધારકાર્ડ ડ્રગ્સના વેપારમાં થયું છે, તો તમે ફોન કોલ કટ નહીં કરી શકો, જે પણ પછું તેનો જવાબ આપવાનો રહેશે. આમ કહીને એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા.
ડિજીટલ એરેસ્ટ કરીને 10.97 લાખ રૂપિયા પડાવી લીધા
ડિજીટલ એરેસ્ટ કરીને 10.97 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જ્યારે સમગ્ર મામલે મહિલાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ દાખલ થયા બાદ સાયબર ક્રાઈમ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

